
Uttarayan 2026: ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પતંગના ભાવમાં ‘ઢીલ’ નહીં, અને લોકોના ઉત્સાહમાં ‘ખેંચ’ નહીં તેવો માહોલ છે. મોંઘવારીમાં પણ લોકોમાં ઉત્તરાયણનો થનગનાટ યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જાણીતા રાયપુર અને કાલુપુર જેવા પતંગ માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ ભેગી થઈ રહી છે. આ વખતે રાયપુર માર્કેટમાં ખંભાત, સુરત ઉપરાંત પંજાબ અને બરેલીની પતંગો લોકો વધુ ખરીદી રહ્યા છે.
