
Ahmedabad Crime: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ શ્યામાપ્રસાદ મુખરજીનગરના ચાર માળિયામાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા મોહમદશકીલ નામના યુવક પર ગત મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
