
Ahmedabda Police seizes Smoking Paper: અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે વેપાર પર લગામ કસવા માટે અમદાવાદ શહેર પોલીસની વટવા સર્વેલન્સ સ્ક્વોડે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ.10 લાખની અંદાજિત કિંમતના 1.30 લાખથી વધુ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કર્યો છે.
બાતમીના આધારે દરોડો વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વટવા સ્થિત ‘રઘુવીર પ્લેટિનમ એસ્ટેટ’ના બ્લોક ‘U’ ના શેડ નંબર 3 માં ગેરકાયદેસર રીતે સ્મોકિંગ મટીરિયલનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
