
Ahmedabad News : અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં 23 નવેમ્બરની રાત્રે પ્રેમ-સંબંધની દાઝમાં એક કમકમાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ જૂના તૂટેલા સંબંધની દાઝમાં યુવકે તેની પૂર્વ પ્રેમિકાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુના મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કરનારા પ્રેમીની ધરપકડ
મળતી માહિતી મુજબ, વટવા GIDC પોલીસ સ્ટેશનને રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ હત્યાના બનાવ અંગે જાણ થઈ હતી.
