
Ahmedabad News : અમદાવાદની ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગના 8 અને 9માં માળે કેટલાક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
