
Ahmedabad Vejalpur Firing: અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ મુદસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કીટલી પર હતા.
