અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર 3 વિદ્યાર્થી પર છરીથી હુમલો, 9 વિદ્યાર્થીની અટકાયત

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સહિત કુલ 3 વિદ્યાર્થી પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શાળાના ગેટની બહાર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પીડિત વિદ્યાર્થીની ફરિયાદ બાદ પોલીસે 9 વિદ્યાર્થીઓને રાઉન્ડઅપ કર્યા છે. આ ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તમામની પૂછપરછ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *