અમદાવાદમાં પોલીસ સામે મહિલા બૂટલેગરોએ રોડ પર બિયરની બોટલો ફેકી:પોલીસ પકડવા પહોંચી તો રીક્ષા ભગાવીને ગાળો ભાંડી, ફરિયાદ નોંધાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રીક્ષામાં નાસી રહી હતી.અચાનક રીક્ષા ઉભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બે મહિલા દારૂ લઈને જતી હતી ને પોલીસે રીક્ષાનો પીછો કર્યો
નરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રીક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે જેના આધારે પોલીસે રીક્ષા આવતા પીછો કર્યો હતો.પોલીસથી બચવા શરૂઆતમાં રીક્ષા દોડાવી હતી. મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેકી
જે બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા. પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેકી હતી. જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતાં. વાયરલ વીડિયોમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો આપી
મહિલાઓનો બિયરની બોટલો ફેકતો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો પણ આપી રહી હતી. જાહેર રોડ લઈ બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો. જેના કારણે પોલીસે રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી. બૂટલેગરે ઘર પાસે ખુલ્લી જગ્યાઓમાં ખાડા ખોદી દારૂની બોટલો છુપાવી, બે મહિલા સહિત ત્રણ બુટલેગર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. એક દિવસ પહેલાં જ અમદાવાદ જિલ્લામાં ટોઈલેટ કમોડ નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં ખાડામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) દારૂની હેરાફેરીમાં વૃદ્ધ દંપતીનો દુરુયોગ:બૂટલેગર રૂ.500-1000 આપી દારૂની હેરાફેરી સમયે સાથે રાખતો
દારૂની હેરાફેરી કરવા બુટલેગર અવનવો કીમિયો અજમાવતા હોય એવું ઘણી વખત જોવા મળ્યું, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે એવા લોકો આવ્યા, જે જાણીને ભલભલા ચોંકી ઊઠે, કારણ કે આ વખતે બૂટલેગરની સાથે એક વૃદ્ધ દાદા-દાદી પણ મળ્યાં અને તેઓ જે કારમાં આવી રહ્યાં હતાં એમાં લાખોની કિંમતનો દારૂ હતો. આ બૂટલેગરે આ દાદા-દાદીને પોતાની સાથે રાખીને પોલીસથી બચવા માટેનો પ્રયાસ કર્યો હતો..(વાંચો સંપૂર્ણ અહેવાલ)


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *