
Ahmedabad News: અમદાવાદમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી મોટી રકમનો તોડ કરવો બે પત્રકારોને ભારે પડ્યો છે. એક યુવકને પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા 10 કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે. આ બંનેએ એક યુવકને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
યુવકને પ્રેમજાળમાં ફસાવીને છૂપી રીતે અંગતપળનો વીડિયો બનાવ્યો
મુખ્ય આરોપી મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો.
