
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વૃક્ષોની ગણતરી (Tree Census) કરીને હરિયાળીનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ શહેરના પક્ષીપ્રેમીઓએ એક ગંભીર મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ તંત્ર વૃક્ષોની સંખ્યા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ VVIP મુલાકાતો સમયે વૃક્ષો પર કરવામાં આવતા ‘વોટર સ્પ્રે’ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વૃક્ષ ગણતરીના લેટેસ્ટ આંકડા
AMC દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના 8 વૉર્ડમાં (જમાલપુર, બાપુનગર, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને અસારવા) કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 40 વૉર્ડમાં ગણતરી ચાલુ છે.
