
Major Drug Racket Exposed at Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ એજન્સીએ તેને અટકાવ્યા
મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા.
