
Ashram Road Traffic, Ahmedabad : અમદાવાદ શહેર આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ આ ‘વિકાસ’ની દોટમાં શહેરનું આયોજન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે શરુ કરવામાં આવેલી કામગીરીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ગમે ત્યાં ખોદકામ: જનતા ત્રાહિમામ
માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ ગેસ અને વીજ કંપનીઓએ પણ પોતાના મેન્ટેનન્સ માટે ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ‘પીક અવર્સ’ દરમિયાન દરેક ચાર રસ્તે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.
