
Ahmedabad News : શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં સામે આવી છે. કોલેજ સત્તાધીશોની બેદરકારીને કારણે BBAના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. આખું સેમેસ્ટર જે વિષય ભણાવ્યો તે પરીક્ષાના ટાઈમટેબલમાં ગાયબ છે અને જે ક્યારેય નથી ભણાવ્યો તેની પરીક્ષા આપવાની નોબત આવી છે.
શું છે સમગ્ર મામલો?
નારાયણ ગુરુ કોલેજમાં BBA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આખા સેમેસ્ટર દરમિયાન ‘રાઇટિંગ સ્કિલ’ વિષય ભણાવવામાં આવ્યો હતો.
