
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે ગતમોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માત્ર કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં ભારે હિંસા ફાટી નીકળી હતી. બંને પક્ષો દ્વારા કરાયેલા પથ્થરમારામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
શું હતી ઘટના?
મળતી વિગતો અનુસાર, ઝેકડા ગામે એક કારમાં ગીતો વાગી રહ્યા હતા, જેનો અવાજ ધીમો રાખવાનું કહેતા બોલાચાલી શરૂ થઈ હતી.
