
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળાના મેમર ગામે ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીએ કંપનીમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મેમર ગામે આવેલી ગ્રોથપાત કંપનીના કર્મચારી અગમ્ય કારણોસર કંપનીમાં આવેલી ચીમનીની સીડી પરથી ગળે ફાંસો ખાધો હતો.
ઉત્તર પ્રદેશના યુવકનો આપઘાત
મૃતક આકાશ કુમાર ગોરધન ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના કર્મચારીએ આપઘાત કરી લીધો હોવાની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી હતી.
