
Hit-and-Run In Ahmedabad: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર પૂરઝડપે દોડતા વાહને યુવકનો ભોગ લીધો છે. હાઈવે પર એક રાહદારી યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
શ્રમિક યુવકનું ઘટનાસ્થળે મોત
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ વિજય નાયક તરીકે થઈ છે, જે મૂળ દાહોદ જિલ્લાના લુણા ગામનો વતની હતો.
