
Mumbai-Ahmedabad Bullet Train: અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેના મેટ્રો ટનલ પર 100 મીટર લાંબા સ્ટીલનો પુલ સફળતાપૂર્વક તૈયાર કરાયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલના બ્રિજમાંથી ગુજરાતમાં આ 13મો સ્ટીલનો બ્રિજ છે.
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 13મો સ્ટીલ બ્રિજ તૈયાર
અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેનનું વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સ્પાન્સ 30થી 50 મીટર સુધીના છે. જોકે, આ લાઇન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે જોડાતા અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે.
