
Fire Incident In Naroda, Ahmedabad: અમદાવાદના નરોડા રોડ પર મેમ્મો પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આજે(11 જાન્યુઆરી) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. હાલમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
