
Ahmedabad News : શહેરના રખિયાલ વિસ્તારમાં બુધવારે ધોળા દિવસે એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના અજીત મિલ ચાર રસ્તા પાસે મણિયાર ટેલર કંપની નજીક જાહેર રોડ પર બની હતી.
ભરચક વિસ્તારમાં હુમલાથી લોકોમાં ફફડાટ
પ્રાથમિક વિગતો મુજબ, હુમલાખોરોએ તલવારો અને અન્ય ઘાતક હથિયારો વડે યુવક પર ઘાતક હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, હુમલાખોરોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
