
Ahmedabad Kite Festival: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’માં અત્યારે માત્ર પતંગો જ નહીં, પણ બોલિવૂડના સિતારાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે, જેમાં બોલિવૂડની ‘મર્દાની’ રાની મુખર્જી અને જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીની હાજરીએ અમદાવાદીઓના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે.
રાની મુખર્જીએ હેરિટેજ પોળમાં માણી સંસ્કૃતિની મજા
ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે બોલિવૂડ ક્વીન રાની મુખર્જીએ હાજરી આપી હતી. AMCના અધિકારીઓ સાથે પતંગ ચગાવ્યા બાદ રાનીએ પતંગબાજોની વચ્ચે જઈને પેચ પણ લડાવ્યા હતા.
