
Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું. આ સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.
‘છત્રીવાળા’ એજન્ટોની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી.
