
Accident On Ahmedabad-Vadodara Express Highway : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાચનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી
મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
