
Ahmedabad News: દર વર્ષે ઉત્તરાયણ બાદ રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પર્યાવરણ અને પક્ષીઓ માટે જોખમ ઊભું કરે છે. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી કચરાને કલામાં પરિવર્તિત કરી એક નવી મિસાલ કાયમ કરી છે. ‘વેસ્ટ ટુ આર્ટ’ અભિગમ હેઠળ, શહેરમાંથી એકત્ર કરાયેલી 1200 કિલો પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ નો આકર્ષક લોગો તૈયાર કરવામાં આવ્યો છે.
જાગૃતિ અને કલાનો સંગમ
અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનાર ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં અત્યારથી જ ઉત્સાહ અને જાગૃતિ વધે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
