
Fake Tobacco-Bidi Factory In Amreli: અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG)એ બાતમીના આધારે રહેણાંક મકાનમાં ચાલતા આ નકલી મિની કારખામાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રહેણાંક મકાનમાં ચાલતું હતું કૌભાંડ
મળતી માહિતી અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે, અમરેલીના મણીનગર વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર નજીક એક મકાનમાં ગેરકાયદે રીતે નકલી તમાકુ અને બીડી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
