અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનું અભિવાદન:GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા સત્કાર સમારોહ યોજાયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાત સરકારના નવનિયુક્ત ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયાનું અમરેલીમાં સન્માન કરવામાં આવ્યું હતું. GEB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા એક ખાનગી હોટલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યભરમાંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL સહિત વિવિધ કંપનીઓના લગભગ 500 જેટલા ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અંજાર અને અમરેલી વર્તુળ કચેરીઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ઉર્જા વિભાગના વિવિધ કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *