
Amreli Mobile School: શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ ગરીબી અને મજબૂરી ઘણીવાર આ અધિકારને છીનવી લે છે. અમરેલી શહેરમાં આ અવરોધને દૂર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી એક અનોખી ‘હરતી-ફરતી શાળા’ કાર્યરત છે. PGVCLના CSR ફંડ હેઠળ તૈયાર કરવામાં આવેલી આ બસ આજે સ્લમ વિસ્તારના બાળકો માટે ભવિષ્યનું નવું સરનામું બની ગઈ છે.
બસ તમામ સુવિધાઓથી સજ્જ
આ કોઈ સામાન્ય મુસાફરોની બસ નથી, પરંતુ એક સંપૂર્ણ શૈક્ષણિક સંકુલ છે.
