
Amreli News: સાવરકુંડલાના મહુવા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ઘરવખરીનો સામાન લઈને જઈ રહેલા દંપતીને એક બેફામ ડમ્પરે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે તેમ છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મહુવા રોડ પર એક દંપતી બાઈક પર ઘરવખરીનો સામાન લઈને પસાર થઈ રહ્યું હતું.
