
America Targets Two Indian Companies: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન પરના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવાના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહી કરી છે. આ નવા પ્રતિબંધો વિવિધ દેશોની 17 કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોને લક્ષ્ય બનાવે છે, જેમાં એક ભારતીય શિપિંગ કંપની અને એક પેટ્રોલિયમ વેપારી કંપનીનો પણ સમાવેશ થાય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ પગલાં ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અને આતંકી જૂથોને મળતા ભંડોળના પ્રવાહને રોકવા માટે લેવામાં આવ્યા છે.
બે ભારતીય કંપનીઓ અને બે નાગરિકો પર પ્રતિબંધ
ભારતની પેટ્રોલિયમ વેપારી કંપની TR6 PETRO પર ઓક્ટોબર 2024 અને જૂન 2025 વચ્ચે ઈરાન પાસેથી આઠ મિલિયન ડૉલરથી વધુ મૂલ્યના બિટ્યુમેન ખરીદવાનો આરોપ છે.
