
– મધ્યપૂર્વમાં મંત્રણા અને યુદ્ધ બંનેની તૈયારી પૂરજોશમાં
– અમેરિકાએ મધ્યપૂર્વમાં લશ્કરી મથકો પર લડાકુ વિમાનો, ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઈલો અને ટેન્કોનો કાફલો ખડક્યો
વોશિંગ્ટન : અમેરિકાએ ઇરાન પર હુમલો કરવાની તૈયારી આદરી દીધી લાગે છે. આ વાતની સાક્ષી બીજું કોઈ નહી પણ સેટેલાઇટ તસ્વીરો પૂરે છે. સેટેલાઇટ તસ્વીરોએ દર્શાવ્યું છે કે અમેરિકાએ તેના દરેક લશ્કરી થાણાઓ પર વિમાનોથી લઈને ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સના પ્રમાણનોંધપાત્ર વધારો કર્યો છે. આવું કોઈ દેશ ત્યારે જ કરે જ્યારે તે કોઈના પર હુમલો કરવા માટેની તૈયારી કરતો હોય.
