અમેરિકાની કોર્ટમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

Khalistani Pannu News : ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું.

અગાઉ જૂન 2024માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતરું વર્ષ 2023માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *