
Global Politics: વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. અમેરિકા એક તરફ વૈશ્વિક મંચો અને બહુપક્ષીય સંગઠનોમાંથી પીછે હટી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચીન આ ખાલી પડેલી જગ્યા ભરીને વિશ્વનો નવો ‘સુપર પાવર’ બનવાની રેસમાં અગ્રેસર બન્યું છે. તાજેતરના એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી દાયકાઓમાં ચીનનો વૈશ્વિક પ્રભાવ અભૂતપૂર્વ રીતે વધશે.
અમેરિકાની ‘એક્ઝિટ’ અને ચીનની ‘એન્ટ્રી’
વર્ષ 2026ની શરૂઆતમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આબોહવા પરિવર્તન, શ્રમ અને સ્થળાંતર સંબંધિત 66 જેટલી બહુપક્ષીય સંસ્થાઓ અને પહેલમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.
