
– પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડા બાદ હત્યાકાંડ
– ઘટના સમયે બે બાળકોએ છૂપાઇને જીવ બચાવ્યો જ્યારે હત્યારાના 12 વર્ષના પુત્રએ 911 પર ફોન કરી પોલીસ બોલાવી
– ઘટના સ્થળેથી થોડે દૂરથી હત્યારો વિજય કુમાર ઝડપાયો
એટલાન્ટા : અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વિજય કુમારે પોતાની પત્ની અને અન્ય ત્રણ સંબંધીની હત્યા કરી નાખી હતી. પરિવારના વિવાદોમાં આ હત્યા થઇ હોવાનું હાલમાં સામે આવ્યું છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાના લોરેન્સવીલે શહેરમાં સામે આવી હતી.
