
Sensex Drops 1,000 Points Amid US-Europe Tensions : વિશ્વમાં ભારે તણાવ અને ટ્રેડ વોરને જોતાં ભારત સહિત અનેક દેશોના શેર બજારમાં ભારે હલચલ જોવા મળી છે. આજે ભારતીય શેર બજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા. 21 જાન્યુઆરીએ સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનો કડાકો થયો છે. ગઈકાલે પણ સેન્સેકસ 1065 પોઇન્ટ તૂટ્યો હતો. છેલ્લા બે દિવસમાં શેર બજારમાં 2000 પોઇન્ટનો ઘટાડો થયો છે.
