
– વિસ્ફોટમાં અમારી કોઈ સંડોવણી નથી : ઇઝરાયેલ
– અમેરિકાને દુ:સાહસ કર્યુ તો ઇઝરાયેલ અને આખુ મધ્યપૂર્વ સળગશે : ઇરાનના લશ્કરી વડાની ચેતવણી
નવી દિલ્હી : અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનમાં શનિવારે થયેલા બે જુદાં-જુદાં વિસ્ફોટમાં પાંચના મોત થયા અને ૧૪ને ઇજા પહોંચી હતી. સ્થાનિક અખબારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમે આવેલા શહેર અહવાજમાં ગેસ વિસ્ફોટમાં એક રહેણાક ઇમારત તૂટી જતા ચારના મોત થયા હતા. બીજો વિસ્ફોટ પોર્ટ સિટી અબ્બાસમાં થયો હતો. તેમા એકનું મોત થયું હતું અને ૧૪ ઇજા પામ્યા હતા.
