
Arijit Singh Retirement: સિંગર અરિજિત સિંહના ચાહકો માટે આધાત જનક સમાચાર સામે આવ્યા છે, વર્ષો સુધી અનેક લોકપ્રિય ગીતો આપ્યા બાદ હવે અરિજિત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ પર સહી કરશે નહીં જો કે તેમણે ચોખવટ કરી છે કે તેઓ મ્યૂઝીક સાથે સંકળાયેલા રહેશે તેને બનાવવાનું ચાલુ રાખશે.
સિંગર અરિજિત સિંહે ઈમોશનલ પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનવા માંગુ છું. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક સિંગરતરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી.
