સુરતની અહિલ્યાબાઈ હોલકર કન્યા શાળા નંબર ૧૮૫, વેડ રોડના બાલ વૈજ્ઞાનિકોએ ક્લસ્ટર લેવલ સાયન્સ ફેર ૨૦૨૫-૨૬માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે તમામ પાંચ વિભાગોમાં પોતાના સંશોધિત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ સાયન્સ ફેરનું આયોજન GCERT ગાંધીનગરની પ્રેરણાથી DIET સુરત અને નગર શિક્ષણ સમિતિ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની તૈયારીમાં માર્ગદર્શક શિક્ષકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, શાળાના બે માર્ગદર્શક શિક્ષકો ચૂંટણી આયોગની SIR કામગીરીમાં BLO તરીકે ફરજ બજાવતા હોવા છતાં, તેમણે સમય કાઢીને બાલ વૈજ્ઞાનિકોને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડી પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા હતા. શાળાના બાલ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોના આ પ્રયાસોને કારણે શાળાએ સાયન્સ ફેરમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો.
અહિલ્યાબાઈ હોલકર શાળાએ સાયન્સ ફેરમાં 5 કૃતિઓ રજૂ કરી:GCERT પ્રેરિત ક્લસ્ટર લેવલ સાયન્સ ફેરમાં બાલ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
