- ફધર રોબર્ટ મચાડોએ પ્રભુ ઈસુના ઉપદેશોની સમજણ આપી
- માનવ તું માટીનો છે અને માટી ભેગો થવાનો છે
- આ દિવસોમાં પ્રાર્થના, ઉપવાસ, સંયમ અને દાન ધર્મનું માહાત્મ્ય છે
બીલીમોરા નજીકના આંતલિયા ગામે કૅથોલિક ચર્ચમાં ગુડ ફરાઇડે બાદ રવિવારે ઇસ્ટર પર્વની ઉજવણી કરાઈ હતી. ફધર રોબર્ટ મચાડોએ ઇસ્ટરની શુભેચ્છા સાથે પ્રભુ ઈસુના સંદેશ, ઉપદેશોની સમજણ આપીને પ્રેમ, દયા, ક્ષમાનો સંદેશો પાઠવ્યો હતો.
ભગવાન ઇસુના જીવન અને ઇસ્ટર પર્વની સમજ આપતા ફધર રોબર્ટ મચાડોએ જણાવ્યું હતું કે 47 દિવસ અગાઉ માથે ભસ્મ લગાવી તપઋતુની શરૂઆત થાય છે. જેમાં માનવ તું માટીનો છે અને માટી ભેગો થવાનો છે. જીવન સાથે મૃત્યુ વાસ્તવિક છે. જેથી મૃત્યુ ઉપર વિચાર કરવા 40 દિવસનો સમય અપાયો છે. આ દિવસોમાં પ્રાર્થના, ઉપવાસ, સંયમ અને દાન ધર્મનું માહાત્મ્ય છે. દર શુક્રવારે ચર્ચમાં ક્્રુશમાર્ગની ભક્તિ થાય છે. તપઋતુના દિવસો બાદ પવિત્ર સપ્તાહ આવે છે. જેમાં ગુરુવારે પ્રભુ ઈસુએ શિષ્યોના પગ ધોયા અને પ્રેમ કરવાની આજ્ઞા આપી, તે વિધિ હાલ ચર્ચમાં કરવામાં આવે છે. ત્યારબાદ ફાધરે ઈશુના ઉપદેશોની સમજણ આપી હતી.
આ પ્રસંગે કેથોલિક સમાજના મુખ્ય સભ્યો પેરીશ કાઉન્સિલ મેમ્બરો પૈકી માઇકલ રીબેલો, શિવાજી સિંધિપૂરમ, મિ. પિન્ટોભાઈ, બચુભાઈ ગામીત અને ચર્ચના સેંકડો શ્રાદ્ધાળુઓ ઊમટી પડયા હતા. ફધર રોબર્ટ મચાડો અને ફાધર ઝોનએ ભક્તોને ઇસ્ટર પર્વે પ્રભુ ઈસુના સંદેશા, ઉપદેશોની સમજણ આપી હતી
