આખરે કાયદાનું ચીરહરણ કરનાર ભૂમાફિયા સકંજામાં:ભૂસ્તર તંત્રની મહિલા અધિકારીની ટીમને બાનમાં લઈ રેતીનું ડમ્પર છોડાવી જનાર મુખ્ય સુત્રધાર સહિત 6 દબોચાયા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર તંત્રની મહિલા અધિકારી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ કલોલ તાલુકા વિસ્તારમાં રેતી ચોરીનું ડમ્પર પકડતાં જ કાયદાનો ડર રાખ્યા વિના ભૂમાફિયાઓએ ફિલ્મી ઢબે કારમાં પીછો કરી ટીમને બાનમાં લઈ ધમકીઓ હતી. બાદમાં રૂ.3.23 લાખની 43.44 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતીનો જથ્થો ખાલી કરીને ભૂમાફિયાઓ ડમ્પર લઈને ફરાર થઈ જતાં કલોલ તાલુકા પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં મુખ્ય સુત્રધાર જનક જયપ્રકાશ રામાભાઈ પટેલ સહિતની છ ઇસમોની ભૂમાફિયા ગેંગને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ભુસ્તર વિભાગે એક 12 ટાયરનું ડમ્પર પકડ્યું હતું
ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા તેમની ટીમ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે (GJ-02-BT-8650) નંબરનું 12 ટાયરનું ડમ્પર પકડ્યું હતું . જોકે ડમ્પર પાસે રોયલ્ટી પાસ કે આધાર પુરાવા નહોતા. આ પણ વાંચો: ફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા, ગાળો ભાંડી રેતીનું ડમ્પર છોડાવી ગયા અધિકારીની ટીમને ઉભી રખાવી શેઠ સાથે વાત કરવા જણાવ્યું
જેના પગલે ટીમે ડમ્પરનું વજન કરાવતા 43.44 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી. આ રેતીચોરી બદલ નિયમ મુજબ રૂ. 3,23,212નો દંડ વસૂલવા માટે ટીમે ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે કલોલ આંબેડકર ત્રણ રસ્તા ઓવર બ્રિજ ઉતર્યા બાદ બે બાઇક પર સવાર ત્રણ ઇસમોએ આવીને ડમ્પર ઊભું રખાવીને ‘શેઠ સાથે વાત કરો’ તેમ જણાવ્યું હતું. આ સમયે એક લાલ ટી-શર્ટ પહેરેલા ઈસમે સરકારી ગાડી પાસે આવીને મહિલા અધિકારી સહિતની ટીમને ધમકાવી ગાળો બોલી ડમ્પરના ડ્રાઇવરને ગાડી ભગાડી મૂકવા કહ્યું હતું. ફોર્ચ્યુનર-ક્રેટાથી મહિલા અધિકારીને ઘેરી ડમ્પરને ભાગી જવા મદદ કરી
ભૂસ્તર ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો. ત્યારે ફિલ્મી ઢબે માફિયાઓની બ્લેક ફોર્ચ્યુનર (GJ-02-EC-2590) અને સફેદ ક્રેટા (GJ-18-BL-3312) ગાડીઓએ મહિલા અધિકારીની સરકારી ગાડીને આગળ-પાછળથી ધીમી ગતિએ કોર્ડન કરીને ડમ્પરને ભાગી જવામાં મદદ કરી હતી. યુવકે મહિલા અધિકારીને ગાળો ભાંડી જતા રહેવા ધમકી આપી
બાદમાં કલોલ સઈજ ગામની સીમમાં લક્ષ્મીનગર સોસાયટી તરફ ખાંચામાં ટીમ પહોચી હતી. તે વખતે એક સફેદ કલરની આઇ 10 ગાડી (GJ-02-RB-0549) ખાંચાના વળાંક ઉપર ઉભી રહી ગઈ હતી અને સતત હોર્ન મારવા છતાં હટી ન હતી. થોડીવાર બાદ આઈ 10 સાઇડમાં થતાં ટીમ આગળ પહોંચે ત્યાં સુધીમાં લક્ષ્મીનગર સોસાયટી ખાતે રેતી ખાલી કરીને ડમ્પર લઈ ડ્રાઈવર નાસી ગયો હતો. બાદમાં એક મેટાલીક ગ્રે કલરની કીયા ગાડીમાંથી એક ઇસમ આવીને સરકારી ગાડીના કાચ ઉપર થપાટો મારી બીભત્સ ગાળો બોલી ત્યાંથી જતા રહેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આ ઘટનાથી મહિલા અધિકારી સહિતની ટીમ ફફડી ઉઠ્યા હતા. ગુનામાં સંડોવાયેલા 6 ભૂમાફિયાઓની ધરપકડ
આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ભૂમાફિયાઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. આ અંગે કલોલ તાલુકા પીઆઇ આર. આર. પરમારે જણાવ્યું કે, ઉપરોક્ત ગુનામાં મુખ્ય સુત્રધાર જનકભાઈ જયપ્રકાશભાઈ રામાભાઈ પટેલ (ઉ.વ 35, રહે લાયબ્રેરી વાસ, મેડા આદરજ તા.કડી જી.મહેસાણા) તેની ગેંગના સાગરીતો હેતાજી લેબાજી બાજુજી ઠાકોર (ઉ.વ 38,રહે હનાવાડા ગામ તા.હારીજ), હર્ષ જીતેન્દ્રકુમાર જોયતારામ પટેલ (ઉ.વ 29 રહે ગંજપીરવાસ, મેડા આદરજ ગામ તા.કડી), દિવ્યાંગ ભરતભાઈ કેશવલાલ પટેલ (ઉ.વ 30 રહે આશ્રમવાસ, મેડા આદરજ ગામ તા.કડી), જાહીદ આસમભાઈ કરીમભાઈ ખોખર (ઉ.વ 32 ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી) તેમજ સુનિલજી ભગાજી શકરાજી ઠાકોર (ઉ.વ 25 ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી)ની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ
ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ આઈવા ડમ્પર, ફોર્ચ્યુનર ગાડી, ક્રેટા ગાડી, બે બાઇક, મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 35.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તર તંત્રએ ડમ્ફર પકડ્યું એ દિવસે આ ગેંગના મુખ્ય સુત્રધાર જનક પટેલે તેની ગેંગના માણસોને ફોન કરીને ગાડીઓને રોકવાની સૂચના આપી બોલાવી લીધા હતા. આ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *