ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં મંગળવારે રાત્રે એક રેસ્ટોન્ટમાં આગ ભભૂકી ઊઠી હતી. લગ્ન પ્રસંગે ફૂટતા ફટાકડા પૈકીનો એક રેસ્ટોન્ટમાં પડ્યા બાદ આગ લાગી હતી અને રેસ્ટોરન્ટના પ્લાસ્ટિકની ખુરશીઓ સહિતના સામાનથી વધુ ફેલાઇ હતી. ગોરવા મધુનગર બ્રિજ નીચે તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે. જેમાં ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને ત્રણેક મઢૂલીઓ બહારના ભાગે તૈયાર કરવામાં આવી છે. રાત્રે આ રેસ્ટોરન્ટની પાસે જ બે લગ્નો હતા. આ નિમિત્તે ફટાકડાં ફોડવામાં આવી રહ્યાં હતા. દરમિયાન એક ફટાકડો ગાર્ડન રેસ્ટોન્ટની મઢૂલી ઉપર પડતા તેનું ઘાસ અને અન્ય જ્વલનશીલ પદાર્થ આગની લપેટમાં આવી ગયા હતા. આગ લાગતાં જ લોકોમાં અફસારતફરી મચી ગઇ હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી અને લોકટોળાં ભેગા થઇ ગયા હતા. રેસ્ટોરન્ટ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી
આગનો આ મામલો ગોરવા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેસ્ટોરન્ટ માલિકે પોલીસ મથકે આગના બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગને કારણે રેસ્ટોરન્ટ માલિકને મોટું નુકસાન થયું હોવાથી તેણે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હોટેલમાં લોકોએ રાખવા જેવી સાવચેતી
આગની ઘટના:લગ્નમાં ફૂટેલો ફટાકડો રેસ્ટોરન્ટમાં પડ્યો, આગમાં પ્લાસ્ટિક-લાકડાનો સામાન ખાખ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
