લોધિકાના સાંગણવામાં આવેલી શ્રીરાજ નામની પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લેટ સહિતની વસ્તુ બનાવતી ફેક્ટરીમાં બુધવારે બપોરે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગના લબકારા અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના ગામોથી લોકો ત્યાં દોડી ગયા હતા. ગોંડલ, શાપર અને રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ દોડાવાઇ હતી. રાજકોટથી ત્રણ ફાયર ફાઇટર સાથે ટીમ પહોંચી હતી અને પાણીમારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડીરાત સુધી આગ કાબૂમાં આવી નહોતી. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી, આગ બુઝાયા બાદ આગનું કારણ અને નુકસાનનો અંદાજ આવશે તેવું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.
આગ લાગી:સાંગણવામાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
