આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


– નાણામંત્રી 75 વર્ષ જૂની પરંપરા તોડી પાર્ટ-બીમાં આર્થિક ભાવિ માટે વિગતવાર વિઝન રજૂ કરશે

– પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, સસ્તી દવાઓ અને વીમા ક્ષેત્રમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવાઈ શકે

– ઈયુ સહિતના વેપાર કરારોના પગલે સ્થાનિક ઉદ્યોગો માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઉપલબ્ધ કરાવવા પર ફોકસની સંભાવના

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફના જોખમ, નાજુક વેપાર સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામન રવિવારે તેમનું નવમું બજેટ રજૂ કરશે. આ બજેટમાં નાણામંત્રી સ્થિર વૃદ્ધિ, નાણાકીય શિસ્તની જાળવણી તેમજ ટ્રમ્પના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાથી દેશના અર્થતંત્રને બચાવવા માટેના સુધારાઓ હાથ ધરવાના પગલાંઓની જાહેરાત કરે તેવી શક્યતા છે. વધુમાં આ બજેટમાં યુરોપીયન યુનીયન સહિત અનેક દેશો સાથે થયેલા વેપાર કરારોના પગલે નાના ઉદ્યોગોને વૈશ્વિક કંપનીઓની હરીફાઈ સામે ટકી રહેવા લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઉપલબ્ધ કરાવવા, સામાન્ય જનતાની આવકમાં વધારો કરવા સાથે જનતા અને ઉદ્યોગોની અનેક અપેક્ષાઓને પૂરી કરવા પર ફોકસ કરવામાં આવી શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *