આજે મનપાના જનરલ બોર્ડમાં 12 દરખાસ્ત:લાંબા સમયે વિપક્ષનો પ્રથમ પ્રશ્ન, ફ્લાવર બેડ-રોડ મુદ્દે હંગામો થશે

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક આજે મળનાર છે જેમાં પ્રથમ પ્રશ્ન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાનો ફ્લાવર બેડને કારણે અટકેલા બીયુપી અને રોડ-રસ્તાના છે જે મુદ્દે સાધારણ સભા ગુંજશે. જેમાં આ વખતે શાસક પક્ષ ગાડી બીજા પાટે ચડાવવા ધમાલ બોલાવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જનરલ બોર્ડમાં 15 કોર્પોરેટરે કુલ 25 પ્રશ્ન પૂછયા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 પ્રશ્નો પૂછ્યા છે. જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 12 દરખાસ્તનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. વશરામભાઇ સાગઠિયા ઉપરાંત વિનુભાઇ સોરઠિયાએ આરોગ્ય શાખા દ્વારા ચાલુ વર્ષમાં કેટલી વાર પેકેજ્ડ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ શાખા દ્વારા જુદી-જુદી વસ્તુઓના સેમ્પલ લેવા માટે શું નિયમ છે? ફૂડ લાઇસન્સ ઇસ્યૂ કરવા માટે શું પ્રક્રિયા છે? લાઇસન્સની વેલિડિટી કેટલી? ચાલુ વર્ષે કેટલા નવા લાઇસન્સ અપાયા અને કેટલા રિન્યૂ કરાયા?તે સહિતની માહિતી માગી છે. જ્યારે વોર્ડ નં.4ના કોર્પોરેટર કાળુભાઇ કુંગશિયાએ મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ ભાડે આપવા શું પોલિસી છે? ચાલુ વર્ષે કુલ કેટલા પ્લોટ કેટલો સમય ભાડે આપવામાાં આવ્યા છે અને કેટલી આવક થઇ છે? તે સવાલ ઉઠાવ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *