
Valentine Day Special: ઈ. સ. પૂર્વે 269માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઈનનો સ્મૃતિદિન 14મી ફેબુ્રઆરી ‘વેલેન્ટાઇન્સ ડે’ તરીકે સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૂ થયો. પ્રેમ-ઇશ્ક-મોહબ્બત-લવ એટલે શું ? એવા સવાલનો એકમાત્ર જવાબ એવો છે કે સુગંધને જો શબ્દોમાં વર્ણવી શકાય-સ્પર્શને કાગળ પર ઉતારી શકાય તો પ્રેમની વ્યાખ્યા થઈ શકે. આજના દિવસે પ્રેમીઓ ગુલાબના ફૂલથી માંડીને ડાયમંડ-પ્લેટિનમ રિંગની સોગાદ એકમેકને આપી પ્રેમ વ્યક્ત કરશે. પરંતુ એવા પણ પ્રેમીઓ છે જેમણે પોતાની કિડની દાન કરીને પોતાના જીવનસાથીને નવજીવન આપ્યું છે.
