પાલનપુર તાલુકાના ગાદલવાડામાં જૂની અદાવત રાખીને ગામના પાંચ લોકો યુવકને સતત ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંતે યુવક માનસિક તણાવમાં આવીને ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવકને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ઘટનાને લઈ ગઢ પોલીસમાં ગુનો નોંધાયો છે. પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં રહેતા રમેશભાઈ રામજીભાઈ પરમાર 10 નવેમ્બરે ગામમાં તિથિ ભોજનના પ્રસંગે પાણી ન છોડવા બાબતે નીતિનભાઈ કાળુભાઈ ધાણક અને ગામના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રમેશભાઈ ઝઘડો છુટો પાડવા ગયા ત્યારે તેમને પણ અપશબ્દો બોલી ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ 12 નવેમ્બરે બોરની ઓરડી પાસે નીતિનભાઈ ધાણકે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. 13 નવેમ્બરે ફરિયાદ નોંધાવ્યા બાદ ગામના હેમરાજભાઈ, સુરેશભાઈ અને કાળુભાઈ ધાણકે પણ જીવથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. વારંવારની ધમકીઓ અને પહેલા થયેલા ઝઘડા યાદ આવતા રમેશભાઈ ભારે હતાશામાં આવી રાત્રે ફીનાઈલ પી લીધું હતું. પરિવારજનોએ સમયસર હોસ્પિટલ પહોંચાડતા જાન બચી જતા રમેશભાઈ એ સરપંચ સહિત સાત સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ
પાલનપુરના ગાદલવાડાના રમેશભાઈ રામજીભાઈ પરમાર સોમવારે ગઢ પોલીસ મથકે ગામના સરપંચ રેખાબેન અશોકભાઈ ધાણક, તેમના દિયર નીતિનભાઈ કાળુભાઈ ધાણક, હેમરાજભાઈ જેઠાભાઈ ધાણક, સુરેશભાઈ કાનજીભાઈ ધાણક, કાળુભાઈ જેઠાભાઇ ધાણક, ભાવેશભાઈ કાળુભાઈ ધાણક અને અશોકભાઈ કાળુભાઈ ધાણક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આપઘાતનો પ્રયાસ:ગાદલવાડામાં જુની અદાવતને લઈને ધમકીઓ આપતા યુવકનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
