આપઘાત:સિદ્ધપુરમાં ગોકુલ યુનિ.ના HR વિભાગના મેનેજરે અગમ્ય કારણે ઘરમાં ફાંસો ખાધો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના HR મેનેજર અલ્કેશકુમાર રાજપુતે તેમનાં ઘરનાં અંદરના રૂમમાં પંખા સાથે સફેદ ખેસ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.જોકે તેમના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. સિદ્ધપુર શહેરનાં હાઇવે નજીક આવેલી ભાઈકાકા સોસાયટીના C-52 નંબરનાં મકાનમાં રહેતાં 36 વર્ષીય અલ્કેશકુમાર છગુજી રાજપુત તેમની માતા સાથે રહેતાં હતાં. ઘરનાં બીજા માળે તેમનાં કાકાની દીકરી રહેતાં હતાં. મંગળવારે સવારે 8:30નાં અરસામાં તેમના કાકાની દીકરી પાણી ભરવા માટે નીચે આવ્યા તે વખતે ઘરનો દરવાજો બંધ હતો દરવાજો ન ખૂલતાં તેણીએ તેના પિતાને જાણ કરી હતી. જેને પગલે અલ્કેશભાઇનાં કાકા બળદેવજી રાજપુત ત્યાં પહોંચ્યા હતા ત્યારે અંદરથી ઘરની જાળી બંધ હોવાથી તેમણે નજીકમાં રહેતા મિસ્ત્રીને બોલાવ્યા હતા તેમણે મચ્છરદાનીની જાળી ખોલી હાથ નાખીને દરવાજો ખોલ્યો હતો ત્યારે ઘરના બીજા રૂમમાં અલ્કેશભાઈએ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે સફેદ ખેસ વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત મોત નોંધ કરી ઘટનાની તપાસ પીએસઆઇ પી.કે પરમારે શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મેનેજરે બીજા લગ્ન કર્યા હતાં
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક અલ્કેશકુમાર રાજપુત સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં હ્યુમન રિસોર્સ (HR) મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.જોકે અલ્કેશભાઇએ આ બીજા લગ્ન કરેલાં છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *