ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ આરોપી નાના દિનારા અલૈયાવાંઢનો 27 વર્ષીય ઈલીયાસ રમજાન સમા આ ગુનામાં ફરાર હતો અને તે કાળા ડુંગર સીમમાં હાજર હોવાની બાતમી આધારે એલસીબી દ્વારા તપાસ કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને ખાવડા પોલીસના હવાલે કરાયો છે.
આરોપી પોલીસના સકંજામાં:ગૌહત્યાના ગુનામાં ફરાર નાના દિનારાનો શખ્સ પકડાયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
