શહેરમાં દિવસે દિવસે વધી રહેલા ટ્રાફિકનું ભારણ ઘટાડવા સિટી લોજિસ્ટિકસ પાર્ક બનાવાશે. 3 લેયરમાં 16 સ્થળે લોજિસ્ટિક્સ પાર્ક કમ ટ્રાન્સપોર્ટ નગર, અર્બન લેવલ કોન્સોલિડેશન – ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ અને માઇક્રો ડિલિવરી હબ્સ બનાવાશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ 2021ને મંજૂરી અપાઈ હતી. જેમાં એનએચએઆઇ, માર્ગ અને મકાન વિભાગ, પાલિકા અને વુડા દ્વારા લોજિસ્ટિક્સના નેટવર્કને વિસ્તૃત અને મજબૂત બનાવવા 120 મીટર આઉટર રિંગ રોડ, 90 મીટર પહોળાઈ ધરાવતા રેડિયલ રિંગ રોડ અને 75 મીટર પહોળાઈ ધરાવતા ઈનર રિંગ રોડ 3775 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરાયું છે. લોજિસ્ટિક એક્શન પ્લાનમાં 3 લેયરમાં કામ થશે. જેમાં 4 સ્થળે 80 કરોડના ખર્ચે લોજિસ્ટિક્સ પાર્ક કમ ટ્રાન્સપોર્ટ નગર બનાવશે. બીજા સ્તરમાં 4 સ્થળે 80 કરોડના ખર્ચે અર્બન લેવલ કોન્સોલિડેશન-ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર બનાવાશે. ત્રીજા સ્તરમાં 12 સ્થળે 24 કરોડના ખર્ચે માઇક્રો ડિલિવરી હબ બનાવાશે. શહેરની ફરતે 4 લોજિસ્ટિક પાર્ક બનશે
રાજ્ય બહારથી આવતા માલ-સામાનને શહેર પાસે નંદેસરી, કોટાલી, કેલનપુર અને આલમગીર પાસે બનાવેલા લોજિસ્ટિક્સ પાર્ક-ટ્રાન્સપોર્ટ નગરમાં રખાશે. ત્યાંથી 4 અર્બન લેવલ કોન્સોલિડેશન-ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં મોકલાશે, 4 અર્બન લેવલેશન ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર્સ } આદર્શ નગર પાસે } શંકરપુરા પાસે } પાદરા નજીક } વેમાલી પાસે લોજિસ્ટિક્સ પાર્કમાંથી આવેલા સામાનને નાનાં વાહનો દ્વારા શહેરની અંદર માઇક્રો ડિલિવરી હબ ખાતે મોકલાશે. જ્યાંથી વિવિધ વિસ્તારો અને શહેરની આસપાસના સ્થળે સામાન પહોંચાડાશે. શહેરની અંદર મકરપુરા સહિત 8 ટ્રક પાર્કિંગ (માઈક્રો ડિલિવરી હબ) બનાવાશે } જીએસએફસી } આમોદર } ભાયલી } પાદરા નજીક } જાંબુવા નજીક } મકરપુરા } નંદેસરી } રણોલી લોજિસ્ટિક સુવિધા વધારવા શહેરના બાહ્ય વિસ્તારોમાં 12 જગ્યાએ 12 કરોડના ખર્ચે ટ્રક પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. તદુપરાંત 21 કરોડના ખર્ચે 21 જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ બનાવાશે. સાથે સામાનની હેરફેરને સહાયક સુવિધાઓ પણ ઊભી કરવાનું આયોજન છે. જેને કારણે માર્ગ પરનું ભારણ ઘટશે. લોજિસ્ટિક ખર્ચ અને પરિવહન ખર્ચ પણ ઘટાડી શકાશે.
આઉટર અને ઇનર રિંગ રોડને પહોળા કરાશે
પાલિકા દ્વારા 2021ના જુલાઈમાં સિટી લેવલ લોજિસ્ટિક્સ કમિટીની રચના કરી હતી.રાજ્ય સરકારની નીતિ મુજબ સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કર્યો હતો, જેને કમિટીએ મંજૂર કર્યો છે. પ્લાન મુજબ ભવિષ્યની જરૂરને પહોંચી વળવા તથા લોજિસ્ટિક્સ સુવિધાના નેટવર્કને વિસ્તૃત અને મજબૂત કરવા ત્રી સ્તરીય ફ્રેમવર્ક બનાવાયું છે.
આર્થિક વિકાસનો પથ:શહેરના માર્ગોનું ભારણ ઘટાડવા 4 લોજિસ્ટિક પાર્ક બનાવાશે ભારદારી વાહનો પ્રવેશતાં અટકશે, ત્રી સ્તરીય પ્લાનને મંજૂરી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
