આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવી રહ્યા છે. નારી ચોકડી નજીક આવેલા નાની ખોડિયાર પાસે આવેલા ભાવ કમલમ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતે કાર્યક્રમ યોજવાનો છે. જેને લઈ ગૃહમંત્રીના ભાવનગર જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ પ્રવાસ રૂટ ઉપર તથા અન્ય જરૂરી સ્થળ ખાતે સવારના 8થી રાત્રીના 8 સુધી ”નો ડ્રોન તથા અન્ય UAV(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન” અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભાવનગર એરપોર્ટ તથા તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, ભાવ કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, કોન્વોય રૂટ ભાવનગર એસ્પોર્ટ રૂવા ગામ- બાલા હનુમાન ત્રણ રસ્તા- નેચરલ પાર્ક- સુભાષનગર ચોક- લાલ બહાદુરશાસ્ત્રી સર્કલ મહિલા કોલેજ- આંબાવાડી સર્કલ-ઘોઘા સર્કલ- રૂપાણી સર્કલ- આતાભાઇ ચોક- સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા- કાળીયાબીડ પાણીની ટાંકી- જવેલ્સ સર્કલ- આર.ટી.ઓ. સર્કલ- દેસાઇનગર- ચિત્રા મસ્તરામ મંદિર- માર્કેટીંગ યાર્ડ- નારી ચોકડી- સભા સ્થળ તથા તેની આસપાસનો 1 કિ.મી.ના એરિયાને “નો ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
આવતીકાલે ભાવનગરના કેટલાંક વિસ્તાર 'નો ડ્રોન ફ્લાય ઝોન':ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
