આવતીકાલે મનપાનો 52મો સ્થાપના દિવસ ઉજવાશે:રાજકોટનાં રેસકોર્સમાં સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ, રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ અને મેયર એવોર્ડનું વિતરણ સહિતનાં કાર્યક્રમો યોજાશે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ મહાનગરપાલિકા તેની સ્થાપનાના 52મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય ‘બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડન પોતાના મધુર કંઠે શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. આ સ્થાપના દિવસની ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને ‘મેયર એવોર્ડ’ આપીને સન્માનિત પણ કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારાઓને ઇનામનું વિતરણ પણ કરાશે. યુવાનોને અને વયોવૃદ્ધને પણ ગમે તેવા બૉલીવુડ સિંગર રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, મનપાએ સફળતાપૂર્વક 51 વર્ષ પૂરા કરીને 52મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક દિવસની ખાસ યાદગાર ઉજવણી માટે બોલિવૂડ નાઇટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ રમેશભાઈ પારેખ રંગ દર્શન હોલ, રેસકોર્ષ ખાતે યોજાશે. યુવાનોને અને વયોવૃદ્ધને પણ ગમે એવા સુપ્રસિદ્ધ બૉલીવુડ સિંગર સચેત – પરંપરાને કાર્યક્રમમાં ગાયક કલાકાર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને પણ ખૂબ ગમે એવો કાર્યક્રમ છે, જેમાં યુવાનો ડોલી અને ઝૂમી ઉઠશે. ત્યારે રાજકોટની તમામ જનતાને સ્થાપના દિવસની આ ઉજવણીમાં સહભાગી થવા માટે આમંત્રણ મેયરે આપ્યું છે. સન્માન અને ઈનામ વિતરણ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત, RMC દ્વારા દિવાળી પર્વ દરમિયાન આયોજિત “સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ”ની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પણ આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવશે. ઇનામ વિતરણ સમારોહનો હેતુ શહેરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર અને શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ કરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે. કલાકારો અને ગીતોની ઝલક સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા તેમના ભવ્ય પર્ફોર્મન્સમાં અનેક લોકપ્રિય ગીતો રજૂ કરશે. તેમના મધુર કંઠે ગવાયેલા ગીતોમાં “જા રાંઝણ રાંઝણ” (દો પતિ), “હમસફર” (સૈયારા), “બેખયાલી” (કબીર સિંહ), “મેરે સોણીયા” (કબીર સિંહ), “શિવ તાંડવ” (આલ્બમ), “રામ સિયા રામ” (આદિપુરુષ), “ઓ માઇયા મેનુ યાદ આવે” (જી), “મલંગ સજના” (આલ્બમ) વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ ગીતોથી શહેરીજનોને ડોલાવશે. આ સિંગરોનું પર્ફોર્મન્સ યુવાઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગના લોકોને ગમશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કાર્યક્રમના સફળ આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંડપ, લાઇટ્સ, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષા જેવી તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તે માટે અધિકારીઓ અને તેમના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. મનપા દ્વારા પણ શહેરીજનોને ભવ્ય “બોલિવુડ મ્યુઝિકલ નાઈટ”નો આનંદ માણવા માટે હાર્દિક નિમંત્રણ અપાયું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *