
– જમીનમાં 25 મીટર ઉંડે બનેલી ટનલમાં શસ્ત્રસંગ્રહ થતો હતો
– આ ઓપરેશનનો હેતુ લેફ્ટનન્ટ ગોલ્ડિનના અવશેષો મેળવી તેને ઇઝરાયેલમાં દફનાવવાનો હતો
ગાઝા પટ્ટી : ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ-આઇડીએફ- દ્વારા ગાઝા પટ્ટીમાં ગીચ રહેણાંક વિસ્તારમાં ૨૫ મીટરની ઉંડાઇએ બનાવવામાં આવેલી સાત કિલોમીટર લાંબી અને ૮૦ ઓરડા ધરાવતી ટનલ શોધી કાઢવામાં આવી છે. સોશિયલ મિડિયા પર આ ટનલનો વિડિયો મુકી આઇડીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૪માં ઇઝરાયેલ હમાસ યુદ્ધ દરમ્યાન માર્યા ગયેલાં લેફ્ટનન્ટ હાદર ગોલ્ડિનના અવશેષો આ ટનલમાં રખાયા હતા જે આ મહિને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન ઇઝરાયેલે ખાન યુનિસ ઇલાકામાં કરેલાં એક હવાઇ હુમલામાં પાંચ જણાંના મોત થયા હતા અને ૧૮ ઘાયલ થયા હતા.
